ઈન્દોર: મધ્યપ્રદેશમાં કોરોના વોરિયર્સનું કોરોનાના સંક્રમણથી મોત થયું છે. આ મહામારીમાં ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યશવંતપાલનું મૃત્યુ થયું છે. તેઓની ઉંમર 59 વર્ષની હતી.
મધ્યપ્રદેશ: ઉજ્જૈનના પોલીસ અધિકારીનું કોરોના સંક્રમણથી મોત - ઇન્દોર
ભારતમાં કોરોના વાઈરસનો કહેર દિવસે ને દિવસે વધુ ફેલાઇ રહ્યો છે. ત્યારે આ સંક્રમણથી કોરોના વોરિયર્સ પણ સામાન્ય લોકોની સાથે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યશવંતપાલનું પણ કોરોના સંક્રમણથી મોત થયું છે.
મધ્યપ્રદેશ
તેઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈન્દોરની અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેનું મોત થયું હતું.