ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક: પેજાવર મઠના વિશ્વેશા તીર્થ સ્વામીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ - પેજાવર મઠ

બેંગલૂરુ: પેજાવાર મઠના પ્રમુખ વિશ્વેશા તીર્થ સ્વામીજીનું રવિવારે અવસાન થયું છે. આજે સ્વામીજીને કે.એમ.સી હોસ્પિટલમાંથી કૃષ્ણા મઠમાં લઇ જવામાં આવ્યા હતા.

modi
મોદી

By

Published : Dec 29, 2019, 10:09 AM IST

Updated : Dec 29, 2019, 12:15 PM IST

કેએમસી હોસ્પિટલના તબીબી અધિક્ષકે સ્વાસ્થય બુલેટિનમાં કહ્યું હતું કે, વિશ્વશ તીર્થ સ્વામીજીની હાલત ગંભીર હતી.

સ્વામી 88 વર્ષે શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ફરિયાદ બાદ 20 ડિસેમ્બરે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી સ્વામીના દર્શન કરવા શ્રી કૃષ્ણ મઠ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉમા ભારતી સ્વામીજીની શિષ્ય છે.

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, વિશ્વાશે તીર્થ સ્વામીજી પાસેથી શીખવાની ઘણી તકો મળી. અમારી તાજેતરની મિટિંગ, ગુરુપૂર્ણિમાના શુભ દિવસે થઇ રહી, જે યાદગાર રહી. મારા વિચારો તેમના અસંખ્ય અનુયાયીઓ સાથે છે.

PM મોદીનું ટ્વીટ
Last Updated : Dec 29, 2019, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details