ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનતા જ કરી મોટી જાહેરાત, આરે આંદોલનકારીઓના કેસ પાછા ખેંચાશે - પર્યાવરણવાદીંયો

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પર્યાવરણવાદીઓ સામેના કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, મેટ્રોનું કામ અટકશે નહીં, પરંતુ આવતા નિર્ણય સુધી આરે જંગલનું એક પણ પત્તુ કાપવામાં આવશે નહીં.

Aarey Forest News
ઉદ્ધવ ઠાકરેનું એલાન

By

Published : Dec 1, 2019, 11:43 PM IST

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મેં આરે મેટ્રો કાર શેડની વિરૂદ્ધમાં આંદોલન કરવા વાળા પર્યાવરણવાદીયોની વિરૂદ્ધમાં થયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે."

આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ આરે કોલોનીને લઈને મોટો નિર્ણય લેતા કહ્યું હતું કે, આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ પર હવે આરી ચાલશે નહીં. તેઓએ આરે કાર શેડ પર પ્રતિબંધ મૂક્યો છે.

શુક્રવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંત્રાલયમાં કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેમણે કહ્યું હતું કે મેટ્રોનું કામ અટકશે નહીં, પરંતુ આવતા નિર્ણય સુધી આરે જંગલનું એક પણ પાન કાપવામાં આવશે નહીં.

ઉલ્લેખનિય છે કે, મુંબઈ પોલીસે ઝાડ પડવાના મામલે આરે કોલોનીમાં થયેલા એક પ્રદર્શનના સંદર્ભમાં છ મહિલા સહિત 29 લોકોને ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે અગાઉ પણ આશરે 60 લોકોની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details