ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે. જગતના તાતને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવેલીએ 10 હજાર કરોડની જાહેરાત અપર્યાપ્ત છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. પરિણામ બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર માટે કોંકડું ગુંચવાયું છે.
શિવસેના પ્રમુખે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, આગામી દિવસોમાં જણાકારી મળશે કે, શિવસેના મહારાષ્ટ્રમાં સત્તામાં હશે.
આ પણ વાંચો....મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: શિવસેનાએ કર્યો પૂર્ણ બહુમતનો દાવો, હવે અમારો CM હશે
ગયા મહિને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા ઠાકરે ઓરંગાબાદ ગયા હતાં.
ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, તેમણે કન્નડ અને વૈજાપુર જિલ્લાના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. શિવસેના પ્રમુખે કહ્યું કે, નુકસાનની સમીક્ષા હેલિકોપ્ટર વડે ન લઇ શકાય.