મુંબઇ: મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ અને યલગાર પરિષદ કેસ ચર્ચામાં છે. ભીમા કોરેગાવ કેસની તપાસ NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) સોપતા સોમવારે NCP પ્રમુખ શરદ પવારે પાર્ટીના પ્રધાનોની બેઠક બોલાવી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી.
ઉદ્ધવે કહ્યું- 'NIA માત્ર યલગાર પરિષદ કેસની તપાસ કરશે', તો પવારે બોલ્યાં- અમે CAA મુદ્દે અડગ છીએ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકેરેએ મોટું નિવેદન આપતા કહ્યું કે, ભીમા કોરેગાંવ અને યલગાર પરિષદ બંને અલગ અલગ કેસ છે. ભીમા કોરેગાંવ દલિતો સાથે જાડોયેલો મામલો છે. ભીમા કોરેગાંવ કેસની તપાસ NIAને નથી સોંપવામાં નથી અને આપવામાં પણ નહીં આવે. CM ઠાકરેએ કહ્યું કે, યલગાર પરિષદની તપાસ કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે.
31 ડિસેમ્બર 2017ના રોજ યલગાર પરિષદ નામથી એક રેલી યોજવામાં આવી હતી અને પોલીસનો આરોપ છે કે, આ રેલીમાં જ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની ઠાકરે સરકાર કોંગ્રેસ, NCP અને શિવસેનાના ગઠબંધનથી ચાલી રહી છે. આ મુદ્દે ઠાકરે સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે.
NCP પ્રમુખ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે CAAને પોતાની નજરથી જોવો છે. NCPએ CAAના વિરુદ્ધમાં વોટ કર્યો હતો અને અમારી પાર્ટીનું સ્ટેન્ડ અલગ છે. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું CAAનું સમર્થન કરું છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, CAA અને NRC બંને અલગ છે અને NPR પણ અલગ છે. CAA લાગુ થાય છે તો કોઈ ચિંતા નથી, પરંતુ NRC લાગુ નથી થયો, પરંતુ NRCને મહારાષ્ટ્રમાં લાગુ પણ નહીં થાય.