મહારાષ્ટ્રઃ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ મામલાની તપાસ કેન્દ્રને સોપવા બાબતે નિવેદન આપતા જણાવ્યું કે, યલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ બંને અલગ મુદ્દા છે. ભીમા કોરેગાંવ મુદ્દો દલિતો સાથે સંકળાયેલો છે. આ મામલે તપાસ કેન્દ્રને સોપવામાં આવી નથી. કેન્દ્રને આ મામલાની તપાસ સોપવામાં આવશે પણ નહીં. આ સાથે ઠાકરેએ કહ્યું કે, યલગાર પરિષદ મામલાની તપાસ કેન્દ્રને સોપવામાં આવી છે.
ઉદ્ધવનું નિવેદન, યલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ અલગ અલગ કેસ, યલગાર પરિષદની કેન્દ્ર તપાસ કરશે - નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ મામલાની તપાસ કેન્દ્રને સોપવા બાબતે એક નિવેદન આપ્યું છે. આ બાબતે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપતા જણાવ્યું કે, યલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ એ બંને અલગ અલગ કેસ છે. ભીમા કોરેગાંવ મુદ્દો દલિતો સાથે જોડાયેલો છે. આ મામલે તપાસ કેન્દ્ર સરકારને સોંપાઈ નથી અને સોપવામાં આવશે પણ નહીં.
![ઉદ્ધવનું નિવેદન, યલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ અલગ અલગ કેસ, યલગાર પરિષદની કેન્દ્ર તપાસ કરશે uddhav thackeray on elgaar parishad bhima koregaon case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6112422-thumbnail-3x2-uddhav.jpg)
કેન્દ્રને તપાસ સોપવા ઉદ્ધવ ઠાકરેએ કરી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ રાજ્ય સરકારે વિવાદીત તપાસની જવાબદારી કેન્દ્ર સરકારની સંસ્થા NIA (નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી)ને સોંપી છે.