ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં પવાર અને ઉદ્ઘવ વચ્ચે સરકાર માટે મનોમંથન - એનસીપી અધ્યક્ષ શરદ પવાર

મુંબઇઃ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે ખેંચતાણ ચાલી રહી છે. આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે મુલાકાત થઇ છે.

મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત

By

Published : Nov 11, 2019, 5:19 PM IST

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે મુલાકાત થઇ છે.

ક્રોંગ્રેસ પાર્ટી શિવસેનાને સમર્થન આપશે કે નહી તેના પર પાર્ટીની બેઠક ચાલી રહી છે. જેમાં મહારાષ્ટ્રના કદ્દાવર નેતાઓ હાજર રહેશે. પાર્ટીની અત્યારે બેઠક થઇ હતી, જેમાં નેતાઓએ સમર્થન આપવામાં હકારાત્મક વલણ દર્શાવ્યું હતુ, જ્યારે થોડા નેતાઓ ઇચ્છતા હતા કે જલ્દીમાં કોઇ નિર્ણય ન લેવાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.

જ્યારે અરવિંદ સાવંતએ કહ્યું કે, બીજેપી શિવસેનાએ 50-50 ટકાના ફોર્મ્યુલા પર આગળ વધવાની વાત કહી હતી. પરંતુ ભાજપ હવે આવી કોઇ વાત થઇ જ ન હોવાનું રટણ કરી રહી છે. આ કારણે શિવસેનાને નારાજ છે. હવે ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી જ ગઈ છે, ત્યારે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત મહત્વની બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details