નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના દિકરા આદિત્ય ઠાકરેએ દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે નાગરિકતા સંશોધન કાયદો(CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટ્રાર (NPR) પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વડા પ્રધાનએ સ્પષ્ટ કર્યું કે દેશમાં એનઆરસી લાગૂ નહી કરવામાં નહી આવે અને એનપીઆર સાથે કાંઇ ખોટું નથી. ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે સીએએથી ડરવાની જરૂરત નથી.