ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર : આજે ઉદ્ધવ ઠાકરેની કસોટી, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર - બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર

મુંબઇ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર આજે શનિવારના રોજ વિધાનસભામાં બહુમત સાબિત કરશે. ફ્લોર ટેસ્ટ શનિવારના રોજ 2 વાગ્યે યોજવામાં આવશે.ત્યારે રવિવારના રોજ સ્પીકરની ચૂંટણી થશે અને સોમવારના રોજ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સદનને સંબોધિત કરશે.

મહારાષ્ટ્ર : આજે ઉદ્ધવ ઠાકરેની અસલ પરીક્ષા, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર
મહારાષ્ટ્ર : આજે ઉદ્ધવ ઠાકરેની અસલ પરીક્ષા, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર

By

Published : Nov 30, 2019, 1:28 AM IST

Updated : Nov 30, 2019, 2:38 AM IST

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ગયા છે. ત્યારે ઠાકરે સરકાર શનિવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બહુમત સાબિત કરવા માટે ઉદ્ધવ ઠાકરેને 3 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જોકે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકાર શનિવારે જ ફ્લોર ટેસ્ટ આપવા માટે તૈયાર છે.


ઉદ્ધવ સરકાર આજે શનિવારે મહારાષ્ટ્રના વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે.ફ્લોર ટેસ્ટ શનિવારના રોજ 2 વાગ્યે થવાનો છે. તો રવિવારના રોજ સ્પીકર માટે ચૂંટણી યોજવામાં આવશે.ઠાકરે સરકાર માટે શનિવારના રોજ વિધાનસભાનો વિશેષ સત્ર બોલાવામાં આવ્યો છે.ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી તેની સામે સૌથી મોટો પડકાર ત્રિપક્ષીય ગઠબંધનને સાધવાનું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો વિશેષ સત્ર શનિવારે શરૂ થશે.

ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત માટે બપોર 2 વાગ્યે સુધી કોંગ્રેસના સ્પીકર પોસ્ટ માટે નામાંકન દાખલ કરાવો પડશે.કોંગ્રેસને આ માટે 3 નામ આપવા પડશે અને સરકારમાં ત્રણેયદળ કોઇ એક નામ પર સહમતી દર્શાવશે.જોકે સ્પીકરની પસંદગી 1 ડિસેમ્બરના રોજ થવાની છે.

Last Updated : Nov 30, 2019, 2:38 AM IST

ABOUT THE AUTHOR

...view details