ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના માંઝર કુંડના ઝરણામાં ન્હાવા પડેલા 2 યુવાનોનું કરાયું રેસ્કયૂ

બિહારના માંઝર કુંડ સ્થિત ઝરણામાં ન્હાવા પડેલા 2 યુવાનો પાણીની તેજ ધારામાં ફસાઇ ગયા હતા અને પાણીની ધાર તેજ હોવાથી બન્ને યુવકોને પાણીમાંથી બહાર નિકળવુ મુશ્કેલ પડી ગયું હતું. કેટલાક કલાકો સુધી બન્ને યુવાનો પાણીના પ્રવાહમાં ફસાઇ રહ્યાં હતાં. પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી બન્ને યુવકોનુ રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

માંઝર કુંડ સ્થિત ઝરણામાં ન્હાવા પડેલા 2 યુવાનુ કરાયુ રેસ્કયૂ
માંઝર કુંડ સ્થિત ઝરણામાં ન્હાવા પડેલા 2 યુવાનુ કરાયુ રેસ્કયૂ

By

Published : Jul 2, 2020, 11:03 AM IST

રોહતાસઃ બિહારના માંઝર કુંડ સ્થિત ઝરણામાં ન્હાવા પડેલા 2 યુવાનો પાણીની તેજ ધારામાં ફસાઇ ગયા હતા અને પાણીની ધાર તેજ હોવાથી બન્ને યુવકોને પાણીમાંથી બહાર નિકળવુ મુશ્કેલ પડી ગયું હતું. કેટલાક કલાકો સુધી બન્ને યુવાનો પાણીના પ્રવાહમાં ફસાઇ રહ્યાં હતાં. પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી બન્ને યુવકોનુ રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ બે યુવકો સાસારામ ગામના રહેવાસી હતા અને માંઝર કુંડમાં પિકનિક મનાવવા માટે ગયા હતાં, ત્યારે ફુલ વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધવાથી ઝરમામાં તોફાન આવ્યું અને બન્ને યુવકો ફસાઇ ગયા, પરંતુ અથાગ મહેનત કરી આ યુવાનોને પાણીના પ્રવાહ માંથી બહાર કાઠવામાં આવ્યાં હતાં.

આ ધટનાને લઇને એસડીઓ રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી બન્ને યુવકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. આવી ઘટના ફરી ન બને તેના પર નજર રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details