કિશનગંજઃ બિહારમાં ભારે વરસાદથી આવેલા પુરમાં બિહારમાં થઈ રહેલા બચાવ કાર્યોની અનેક ઘટનાઓ સામે આવી છે. કિશનગંજમાં બુધવારે સાંજે કનકઈ નદીમાં પડી રહેલા વિજ થાંભલાને બે લોકો પોતાનો જીવ જોખમમાં નાખી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાય રહ્યું છે કે, ટેઢાગાછ પ્રખંડ ક્ષેત્રમાં માટીટોલા સ્થિત કનકઈ નદીમાં થાંભલો નદીમાં પડી રહ્યો છે અને બે લોકો પોતાનો જીવ જોખમમાં નાખી તેને ખેંચી રહ્યા છે.
વિજ થાંભલાને નદીમાં પડતો બચાવા જતા બે લોકો તણાયા - બિહારમાં પુર
બિહારના કિશનગંજ જિલ્લામાં ટેઢાગાછ પ્રખંડમાં માટીટોનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં બે ગ્રામીણો પોતાનું જીવન જોખમમાં નાખી કનકઈ નદીમા પડી રહેલા વિજ થાંભલાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બિહારમાં પુર
આ ઘટના દરમિયાન નદીમાં પાણીના જોશમાં થાંભલો ખેચવા જતા બે લોકો તણાયા હતા. જો કે ત્યાં ઉપસ્થિત અન્ય લોકો દ્વારા બચાવી લેવાતા બન્નેના જીવ બચી ગયા હતા.
ઇટીવી ભારત આ વિડિઓની પુષ્ટિ કરતું નથી