ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોટામાં રેલવે પોલીસે પકડેલા ભંગાર ચોરતા બે યુવાનો કોરોના પોઝિટિવ - Corona updates of Rajasthan

રાજસ્થાનના કોટામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં 13નો વધારો થયો છે. શહેરમાં કુલ 525 લોકો કોરોનાથી સંક્રમિત છે. આ દર્દીઓમાં બે ચોરનો પણ સમાવેશ થયો છે. જેમને રેલવે સુરક્ષા દળો દ્વારા લોખંડનો ભંગાર ચોરતી વખતે પકડ્યા હતા.

કોટામાં રેલવે પોલીસે પકડેલા ભંગાર ચોરતા બે યુવાનો કોરોના પોઝિટિવ
કોટામાં રેલવે પોલીસે પકડેલા ભંગાર ચોરતા બે યુવાનો કોરોના પોઝિટિવ

By

Published : Jun 8, 2020, 6:50 PM IST

રાજસ્થાન: કોટામાં લોખંડનો ભંગાર ચોરતા બે ચોરને પોલીસે ચોરી કરતા પકડી પાડ્યા બાદ તેઓ કોરોનાથી સંક્રમિત છે કે નહિ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવતા બંને કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.

રેલવે સુરક્ષા દળો દ્વારા શનિવારે રેલવે કોલોની વિસ્તારમાંથી યાર્ડમાંથી લોખંડનો ભંગાર ચોરીને લઈ જતા ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા પરંતુ તેમાંથી બે ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને આરપીએફ ના લોકઅપમાં રાખવામા આવ્યા હતા.કોર્ટના આદેશ અનુસાર તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવતા બંને પોઝિટિવ નીકળ્યા હતા.

અન્ય કોરોના દર્દીઓની વાત કરવામાં આવે તો છાવણી તેમજ ખંડગાવડી વિસ્તારમાંથી બે બે રહીશો કોરોના થી સંક્રમિત થયા છે જ્યારે રામપુરા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનો તથા દુકાનમાં કામ કરતા દંપતિ કોરોનાથી સંક્રમિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details