નાગરિકતા સંશોધન બિલ (CAB) સામેના વિરોધને રોકવા માટે પોલીસે વિરોધ કરનારા પર ગોળીબાર કર્યો, જેમાં બે લોકો માર્યા ગયા છે.
આ પણ વાંચો:CABનો ઉગ્ર વિરોધ: ત્રિપુરામાં 5000 જવાન તૈનાત
મેઘાલય સરકારે નાગરિકતા (સંશોધન) બિલને લઈને વિરોધને કારણે બગડેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી ગુરૂવારે આગામી 48 કલાક સુધી સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગુરૂવારે સાંજે 5 વાગ્યાથી આ સેવાઓ પરત લેવામાં આવી છે.
આ પણ વાંચો:નાગરિકતા સંશોધન બિલઃ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું મુસ્લિમ લીગ
રાજ્યની રાજધાનીમાં જિલ્લા પ્રશાસને કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિને કારણે કર્ફ્યુ લગાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, કર્ફ્યુ ગુરૂવાર રાત્રે 10 વાગ્યાથી આગામી ઓર્ડર સુધી લાગુ રહેશે. સમગ્ર રાજ્યમાંથી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ઇનપુટ મળ્યા બાદ અધિક ગૃહ સચિવ સી.વી.ડી ડીંગડોહે આ આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો:CABથી નહીં છીનવાય આસામની અનોખી ઓળખ: PM મોદી
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં 125 સાંસદના સમર્થનથી બિલ પાસ થયું છે. આ દરમિયાન CAVને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આસામના ગુવાહાટી અને ડિબ્રૂગઢમાં બુધવારે અનિશ્ચિતકાળ માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. પરંતુ શુક્રવારે સવારે 8 કલાકથી 1 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે.