ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૈતારણ જિલ્લાના રાષ્ટ્રીય રાજમાર્ગ 162 પર અકસ્માત, 2ના મોત - Jaitaran

પાલીમાં સોમવારના રોજ એક ઘટના બની હતી. રાષ્ટ્રીય રાજમાર્ગ 162 પર અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા હતા.

જૈતારણ જિલ્લાના રાષ્ટ્રીય રાજમાર્ગ 162 પર અકસ્માત, 2ના મોત
જૈતારણ જિલ્લાના રાષ્ટ્રીય રાજમાર્ગ 162 પર અકસ્માત, 2ના મોત

By

Published : Aug 3, 2020, 10:53 PM IST

જૈતારણ: જિલ્લાના રાષ્ટ્રીય રાજમાર્ગ 162 પર ટ્રેલરના ઝપેટમાં આવતાં બે લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રેમાંરામ બિસનોઈ તે જગ્યાએ પહોંચી ઘટનાની તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ શાહપુરા નિવાસી વિનોદ કંવર ની પત્ની ઉદયસિંહ અને પુત્રી એક્ટીવા પર જઈ રહ્યા હતા ત્યારે રાષ્ટ્રીય રાજમાર્ગ 162 ફ્લાયઓવર પાર કરતા પાછળથી એક ટ્રેલરે ઝપેટમાં લીધા હતા જેથી બંનેનું મૃત્યુ થયું હતું.

ઘાટનાની જાણ થતા પોલીસ કોન્સ્ટેબલ પ્રેમ રામ બિસનોઈ અને હેડ કોન્સ્ટેબલ ખેમા રામ પહોંચ્યા હતા પોલીસે ઘટનાસ્થળ પરથી મળેલા મોબાઈલ દ્વારા મૃતકના પરિવારને જાણકારી આપી હતી. ત્યારબાદ એમ્બુલન્સની સહાયથી મૃતદેહોને તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ટ્રેલર ચાલક ફરાર થયો હતો. પોલીસે ટ્રેલરને જપ્ત કરી ટ્રેલર ચાલક સામે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details