મધ્યપ્રદેશ: ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઈટાવાથી અમદાવાદ આવી રહેલી બસ પલટી, 2ના મોત, 24થી વધુ ઘાયલ - નેશનલસમાચાર
ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અમદાવાદ
ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસે પલટી મારતા 2ના મોત
ઉત્તર પ્રદેશના ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસમાં (UP 83 BT 0141) ક્ષમતાથી વધુ પ્રવાસીઓ સવાર હતા. આ બસ અંદાજે વહેલી સવારે 3:00 કલાકે ઉજ્જૈનના કાયથા પહોંચતા પલટી મારી ગઈ હતી. વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી પ્રવાસી ભરેલી બસે પલટી મારી હતી.
આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જો કે, ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે જેસીબીની મદદથી બસને રસ્તા પરથી દૂર કરી હતી.
Last Updated : Aug 23, 2020, 12:26 PM IST