મધ્યપ્રદેશ: ઈન્દોર સેન્ટ્રલ જેલમાંથી ખસેડાયેલા બે NSA હેઠળ અટકાયત કરાયેલા વ્યક્તિઓને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. આ પોઝિટિવ કેસથી સતના જિલ્લો રાજ્ય કોવિડ-19ના નકશા પર આવી ગયો હતો.
કલેક્ટર અજય કાતેસરીયાએ જણાવ્યું હતું કે, આ બંનેને ત્રણ દિવસ પહેલા શહેરમાં ખસેડવામાં આવ્યા હતા. હવે તેમને રેવા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવશે. ગયા અઠવાડિયે આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરવા બદલ તેમની ઈન્દોરથી અટકાયત કરવામાં આવી હતી.
કટેસરીયાએ જણાવ્યું હતું કે, સતના પહોંચતી વખતે આ કેદીઓના સંપર્કમાં રહેલા તમામ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા વહીવટી તંત્રએ તેમની અટકાયત કરી હતી.
રવિવારે મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, હોશંગાબાદ અને સતના જિલ્લામાં 40 નવા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની કુલ સંખ્યા 572 છે. રવિવારે ભોપાલ અને ઈન્દોરમાં 2 લોકોનાં મોત સાથે રાજ્યમાં કુલ 44 લોકોના નીપજ્યાં છે.
રવિવાર રાત સુધી ઈન્દોરમાં 25, ભોપાલ 8, હોશંગાબાદમાં 5 અને સતનામાં 2 કેસ નોંધાયા છે. ઈન્દોરની સંખ્યા 306 હતી જ્યારે રાજ્યની રાજધાનીમાં કુલ આંકડો 139એ પહોંચ્યો છે. હોશંગાબાદમાં અત્યાર સુધીમાં 15 કેસ નોંધાયા છે. મૃતકોમાં ઈન્દોરના 32, ઉજ્જૈનના 5, ભોપાલ 3, ખારગોન 2 અને દેવાસ અને છિંદવાડામાં 1-1નો સમાવેશ થાય છે.
મધ્ય પ્રદેશ રાજ્યમાં કુલ 44ના મોત નિપજ્યા છે. જ્યારે 41 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાઈરસના 488 પોઝિટિવ કેસ છે, જેમાંથી 474 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 14ની ગંભીર હાલતમાં છે.