નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધુ બે કેસ સામે આવ્યા છે. એક કેસ નવી દિલ્હીમાં અને બીજો તેલંગાણામાં સામે આવ્યો છે. બંને દર્દીઓની હાલત સ્થિર છે અને તેમને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ અગાઉ દેશમાં જીવલેણ વાયરસના ત્રણ કેસ સામે આવી ચુક્યા છે.
કોરોના વાયરસ: દિલ્હી અને તેલંગાણામાં બે નવા કેસ સામે આવ્યા - bharat news
ભારતમાં કોરોના વાયરસના વધુ બે કેસ નોંધાયા છે. એક કેસ નવી દિલ્હીમાં અને બીજો તેલંગાણામાં સામે આવ્યો છે.
દિલ્હી અને તેલંગાણામાં બે નવા કેસ સામે આવ્યા
ચીનમાં વિકરાળ સ્વરૂપ લઇ ચુકેલા કોરોના વાયરસથી દુનિયાભરમાં 88 હજારથી વધારે લોકો ચેપગ્રસ્ત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3 હજારથી વધારે થઈ ગઈ છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 2 હજાર 912 થઈ ગઈ છે. જયારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થનારા લોકોની સંખ્યા 80 હજારથી વધારે થઈ ગઈ છે.