છત્તીસગઢઃ સુકમા જિલ્લામાં શનિવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે હાર્ડકોર નક્સલવાદીઓ ઠાર મરાયા છે. બાતમીની માહિતીના આધારે, પોલીસે ગાદિરાસના જંગલમાં કાર્યવાહી કરતી વખતે એન્કાઉન્ટરમાં બે હાર્ડકોર નક્સલીઓને ઠાર કર્યા છે. એસપી શાલભ સિંહાએ ઘટનાની પુષ્ટિ કરી છે.
છત્તીસગઢના સુકમામાં પોલીસ-નક્સલઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 નક્સલી ઠાર - એન્કાઉન્ટર
છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે હાર્ડકોર નક્સલવાદીઓ ઠાર મરાયા છે.
મળતી માહિતી મુજબ, ગાદિરાસના જંગલમાં બાતમી દ્વારા નક્સલવાદીઓની એકત્રિત થવાની માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે પોલીસ કાર્યવાહી માટે ત્યાં પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર નક્સલીઓએ પોલીસ પાર્ટીને જોઈ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફાયરિંગ બંધ થયા બાદ પોલીસ ટીમને એરિયા સર્ચિંગમાં બે નક્સલીઓના મૃતદેહો મળ્યાંં હતાં. જેમાંથી એકની ઓળખ ગુંદાધુર તરીકે થઈ છે, જે મલંગીર વિસ્તાર સમિતિનો કમાન્ડર હતો. જેના પર સરકારે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ ઉપરાંત આ એન્કાઉન્ટરમાં મલંગીર એરિયા કમિટીના સભ્ય આયતુનું પણ મોત છે. ઘટના સ્થળેથી 2 પિસ્તોલ અને એક બંદૂક મળી આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. શાલભ સિંહાએ ઘટનાની પુષ્ટિ કરી છે.