છત્તીસગઢ: દંતેવાડાની સ્થાનિક પોલીસ દ્વારા નક્સલવાદીઓને ટ્રેકટર સપ્લાય કરતા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
દંતેવાડાના SP અભિષેક પલ્લવે જણાવ્યું કે, સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે. બે નક્સલ સહયોગીઓ આ વિસ્તારના નક્સલવાદીઓને ટ્રેક્ટર ખરીદી સપ્લાય કરવાની ફિરાકમાં છે. ત્યારબાદ પોલીસે ગીદામ રોડ તથા બારસુર રોડ પર નાકાબંધી કરી તમામ નવી ગાડીઓની તપાસ શરૂ કરી હતી.
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓને માલસામાન પહોંચાડતા બે ઝડપાયા ચેકીંગ પોસ્ટ પર પોલીસે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ જગત પૂજારી સહિત બે નક્સલી સહાયકોની ધરપકડ કરી હતી. જગત પૂજારીએ છેલ્લા 10 વર્ષથી નક્સલીઓને અલગ અલગ ચીજવસ્તુઓ તેમજ ઇન્દ્રાવતી એરિયા કમિટીમાં સક્રિય નક્સલવાદી અજયને ટ્રેકટર સપ્લાય કરવાની વાત સ્વીકારી હતી. અજય પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે.
આવા અન્ય ઘણા સહાયકો નકસલવાદીઓ ને મદદ પહોંચાડતા હોવાની વાતો બહાર આવી રહી છે. પૂછપરછમાં હજુ ઘણા ખુલાસા થવાની શક્યતાઓ છે. હાલ બંને આરોપીઓને પોલીસે જેલ હવાલે કરી દીધા છે.