ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુકાશ્મીરમાં સુરક્ષાદળોએ બે આતંકીને કર્યા ઠાર - જમ્મુકાશ્મીરમાં સુરક્ષાદળોએ બે આતંકીને કર્યા ઠાર

સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાંથી એકનું બુધવારે સવારે ગોળીબાર દરમિયાન મોત થયું હતું.

જમ્મુકાશ્મીર
જમ્મુકાશ્મીર

By

Published : Apr 29, 2020, 12:27 PM IST

શ્રીનગરઃ કોરોના કટોકટી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદીઓનો અથડામણ ચાલુ છે. જેમાં બુધવારે સુરક્ષા દળોને આતંકવાદ સામેની લડતમાં મોટી સફળતા મળી છે.

અધિકારીઓએ આ માહિતી આપી હતી કે, જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં મંગળવારે રાત્રે સુરક્ષાદળોએ કરેલા ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

નોંધનીય છે કે, પાકિસ્તાન સતત સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આર્મીને ડર છે કે, પાકિસ્તાન આર્મી ઇચ્છે છે કે આતંકવાદીઓ ભારતીય સીમામાં પ્રવેશ કરે.

સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, મંગળવારથી આતંકવાદીઓ સામે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મંગળવારે જિલ્લાના જૈનાપુરા વિસ્તારમાં મેલહોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું ત્યારે પ્રથમ આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે બીજા આતંકીનું મોત બુધવારે સવારે થયું હતું.

તેમણે કહ્યું હતું કે, આતંકીઓએ સર્ચ ઓપરેશન પર ફાયરિંગ શરૂ કરી હતી ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details