નમક્કલ : તમિલનાડુના નમક્કલ જિલ્લામાં સાઇનબોર્ડ પર ટક્કર મારતા કારમાં સવાર સહિત બે વ્યક્તિનું શનિવારે અકસ્માતમાં મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકની ઓળખ જીનુ વર્ગીઝ અને જીજો થોમસ તરીકે થઇ છે જે કેરળના કોલ્લમ જિલ્લાના છે.
પોલીસના જણાવ્યાં અનુસાર, મુદલાઇપટ્ટી નજીક સલેમ-મદુરાઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડ્રાઇવર જીજો થોમસે વાહન પર કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં જીનુ વર્ગીસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે જીજો થોમસને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.