ગુજરાત

gujarat

ETV Bharat / bharat

4 વર્ષના બાળકની હત્યા કરવા બદલ સાસુ વહુને ફાંસી - દિલ્હી

બિહારના ગોપાલગંજની સિવિલ કોર્ટે 4 વર્ષના માસુમ બાળકની હત્યા કરવા બદલ 2 મહિલાને ફાંસીની સજા ફટકારી છે. 5 સપ્ટેમ્બર, 2017ના રોજ સાસુ વહુએ મળીને 4 વર્ષના બાળકની હત્યા કરી હતી.

Two Lady Verdict Death Till Hanging in Gopalganj
Two Lady Verdict Death Till Hanging in Gopalganj

By

Published : Aug 17, 2020, 9:30 PM IST

બિહાર: ગોપાલગંજ સિવિલ કોર્ટે 5 સપ્ટેમ્બર, 2017ના રોજ જિલ્લાના વિજઇપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિતૌના ગામમાં 4 વર્ષનાં બાળકની હત્યાના કેસમાં બે મહિલાઓને સોમવારે ફાંસીની સજા આપી છે. આ બંને મહિલાઓ સાસુ વહુ છે.

ગોપાલગંજ સિવિલ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જ્યારે 3 વર્ષ પહેલા નિર્દોષ બાળકની હત્યા કરવા બદલ બે મહિલાઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ IV (ADJ -4) લવકુશ કુમાર કોર્ટમાં હત્યા કેસની સુનાવણી કરી રહ્યા હતા.

કોર્ટે બન્ને પક્ષને સાંભળ્યા બાદ દોષિત બન્ને મહિલાને નિર્દોષ બાળકની હત્યામાં દોષીત સાબિત થતા મોતની સજા સંભળાવી હતી.

એડવોકેટ જયરામ પ્રસાદ અને બચાવ પક્ષ તરફથી એડ્વોકેટ ધનંજય ચૌબેએ દલીલ કરી હતી. 5 સપ્ટેમ્બર, 2017ના રોજ વિજઇપુરા પોલીસ સ્ટેશનના ચિતોવાણા ગામે જૂની દુશ્મનીમાં અપહરણ કર્યા બાદ વિનોદ સાહના 4 વર્ષના પુત્ર દેવ કુમારનું ધારદાર હથિયાર વડે ગળું દબાવીને હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નિર્દોષની હત્યા, દહેજ હત્યા અને પોસ્કો એક્ટમાં 3 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details