ગુજરાત

gujarat

By

Published : Jun 7, 2020, 7:04 PM IST

ETV Bharat / bharat

કૂવાના ખોદકામ દરમિયાન કાટમાળ પડતાં બે મજૂરોનાં મોત, બે મજૂરોનો આબાદ બચાવ

આસપુર (ડુંગરપુર) જિલ્લાના આસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાડા ઘોડિયા ગામમાં કુવાના ખોદકામ દરમિયાન કાટમાળ ધરાશાયી થતાં ચાર મજૂરો અંદર દટાઈ ગયા હતા. આ દરમિયાન એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બે મજૂરને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. અને કાટમાળ નીચે દબાયેલા અન્ય મજૂરની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન કાટમાળમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

કૂવાના ખોદકામ દરમિયાન કાટમાળ પડતાં બે મજૂરોનાં મોત નીપજ્યાં ,જયારે બે મજૂરોને સુરક્ષિત બહાર કઢાયા
કૂવાના ખોદકામ દરમિયાન કાટમાળ પડતાં બે મજૂરોનાં મોત નીપજ્યાં ,જયારે બે મજૂરોને સુરક્ષિત બહાર કઢાયા

આસપુર (રાજસ્થાન) : જિલ્લાના આસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાડા ઘોડિયા ગામમાં કુવાના ખોદકામ દરમિયાન કાટમાળ ધરાશાયી થતાં ચાર મજૂરો અંદર દટાઈ ગયા હતા. આ દરમિયાન એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બે મજૂરને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. અને કાટમાળ નીચે દબાયેલા અન્ય મજૂરની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન કાટમાળમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.


પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે મોડી રાત્રે વાડા ઘોડિયા ગામે કૂવામાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે, કૂવા ઉપર ભરેલો કાટમાળ અચાનક અંદર પડી ગયો હતો. જેના કારણે કુવામાં અંદર કામ કરતા ચાર મજૂરો દબાઈ ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા અને બે લોકોના મોત નીપજ્યાં હતા. વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને કુવામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાંથી દેવગામનો રહેવાસી રાકેશ પુત્ર માનસિંહની ઘટના સ્થળે જ મોત થઈ હતી. ટકારીના રહેવાસી ભીમસિંહ અને મહેશ બંનેને ઈજાઓ પહોંચી હતી.

જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તે જ ટકારીના રહેવાસી ગટુસિંહ પુત્ર માવા ડામોર કાટમાળમાં દટાઇ ગયા હતા. એસડીઆરએફની ટીમે અને ગ્રામજનોએ મોડી રાત સુધી શોધ ચાલુ રાખી હતી. તેનો મૃતદેહ રવિવારે કાટમાળ નીચે દબાયેલો મળી આવ્યો હતો. અધિક જિલ્લા પોલીસ અધિક્ષક રામજીલાલ ચંદેલ, સાગવાડા નાયબ નિરંજન ચારણ, આસપુરના ધારાસભ્ય ગોપીચંદ મીના અને વહીવટી અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details