ગુજરાત

gujarat

વરસાદી પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 બાળકોનાં મોત

By

Published : Jul 13, 2020, 10:14 PM IST

સીકર જિલ્લાના નીમકાથાના વિસ્તારમાં વરસાદી પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 નિર્દોષ બાળકોનાં મોત નીપજ્યાં છે. બંને બાળકો રમતાં હતા અને બાળકો ખાડામાં ડૂબી ગયા હતા. ત્યારબાદ નારાજ ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Two innocent children drowned in a pit filled with rainy water in Neemkathana of Sikar
વરસાદી પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 નિર્દોષ બાળકોનાં મોત

રાજસ્થાનઃ સીકર જિલ્લાના નીમકાથાના વિસ્તારમાં વરસાદી પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 નિર્દોષ બાળકોનાં મોત નીપજ્યાં છે. બંને બાળકો રમતાં હતા અને બાળકો ખાડામાં ડૂબી ગયા હતા. ત્યારબાદ નારાજ ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મળતી માહિતી મુજબ, નીમકાથાના વિસ્તારમાં ભૂડોલી ગામ નજીક એક ઉંડો ખાડો બનાવવામાં આવ્યો હતો. તાજેતરના વરસાદ બાદ ખાડો પૂરમાં ભરાઈ ગયો હતો. સોમવારે ગામના 8 વર્ષીય ગૌરવ શર્મા અને 6 વર્ષીય રિદ્ધિ શર્મા રમતા રમતા ખાડામાં પડ્યા હતા. બંને નિર્દોષ બાળકો ખાડામાં પડ્યા અને ડૂબી ગયા હતા. બંનેના મૃતદેહ ખાડામાંથી મળી આવ્યા હતા. ગામલોકોની મદદથી બંનેને તાત્કાલિક બહાર કાઢીને કપિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચતા તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

ગ્રામજનોની જાણ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને નિર્દોષોના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. નિર્દોષ બાળકોના મોતના સમાચાર મળતા જ ગામના ઘણા લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને વહીવટી તંત્ર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. નિર્દોષના મોત બાદ પરિવારજનો હોસ્પિટલમાં શોકગ્રસ્ત જોવા મળ્યા હતા. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details