ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આતંકિઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. મળતી માહીતી મુજબ 44 રાષ્ટ્રીય રાઇફલ્સ લઇને આ વાહન હુમલામાં ભોગ બન્યો હતો. પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.આતંકીઓએ વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર પછી આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ હુમલામાં વાહનને ભારે નુકસાન થયું હતું. બાદમાં જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આતંકીઓને શોધવા અભિયાન શરૂ કર્યું હતું.
પુલવામામાં IED બ્લાસ્ટ : 7 જવાન ઘાયલ 2 જવાન શહીદ, એન્કાઉન્ટર શરૂ - ShreeNagar
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આંતકીઓએ સેનાના વાહનોને નિશાન બન્વાયા હતા. આતંકીઓએ IED બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. જેમાંથી 2 જવાનોના મૃત્યુ થયા હતા.
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં સોમવારે આંતવાદીઓએ સેનાના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. એક વાહનમાં IED લગાવી વિસ્ફોટ કર્યો, જેમાં 9 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં અરિહાલ-લસ્સીપોરા માર્ગ પર આતંકવાદીઓએ ઈદગાહ અરિહાલની પાસે 44 રાષ્ટ્રીય રાયફલ્સના કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. આ હુમલામાં વાહનોમાં બેઠેલા જવાનો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 9 જાવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી 2 જવાનો શહીદ થયા છે.