ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના સૌથી મોટા ડ્રગ તસ્કરોમાં ગણાતા રંજીત રાણા ચીતાની ધરપકડ

હરિયાણાના સિરસાના બેગુ ગામથી દેશના સૌથી મોટા ડ્રગ તસ્કરોમાંના એક રંજીત રાણા ચીતાની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પંજાબમાં હિજબુલ આતંકીઓને પકડવામાં આવ્યા હતા. રંજીત પાકિસ્તાનથી ડ્રગ તસ્કરી કરતો હતો.

Etv Bharat, Gujarati News, Covid 19, Punjab News
Punjab cops nab drug lord from Sirsa

By

Published : May 9, 2020, 11:57 AM IST

ચંડીગઢઃ પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં હિજબુલ આંતકીઓ બાદ શનિવારે હરિયાણાના સિરસામાં અમૃતસરના રંજીત રાણા ચીતાની ધરપકડ કરવામાં આવી છે. રંજીત રાણા ચીતા ભારતના સૌથી મોટા ડ્રગ તસ્કરોમાંનો એક છે. રંજીત ઉપરાંત તેનો ભાઇ ગગનદીપ ભોલાની પણ ધરપકડ કરવામાં આવી છે.

પંજાબના પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ જાણકારી આપી હતી કે, ચીતા જૂન 2019માં અટારીથી 532 કિલો હેરોઇન તસ્કરીમાં સામેલ હતો.

આ પહેલા પંજાબ પોલીસે કહ્યું હતું કે, તેણે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદીનના કમાન્ડર રિયાઝ નાયકૂના નજીકના હિલાલ અહમદ વાગાયની બે સાથીઓ સાથે ધરપકડ કરી હતી. નાયકૂને બુધવારે દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાબળોએ માર માર્યો હતો.

પોલીસે કહ્યું કે, ધરપકડ કરાયેલા લોકોના નામ વિક્રમ સિંહ અને મનિંદર સિંહ છે અને બંને અમૃતસર જિલ્લાના રહેવાસી છે.

ABOUT THE AUTHOR

...view details