જમ્મુ કાશમીર: આતંકવાદીઓએ બારામુલા જિલ્લાના કેરી વિસ્તારમાં CRPF અને પોલીસની એક સંયુક્ત નાકા પાર્ટી પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન અને એક એસપીઓ શહીદ થયા હતા. આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકી હુમલો, 3 જવાન શહીદ - SPO killed
જમ્મુ-કાશમીરના બારામુલા જિલ્લાના કેરી વિસ્તારમાં CRPF અને પોલીસની એક સંયુક્ત નાકા પાર્ટી પર આતંકીઓએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર, CRPFના બે જવાન, 1 એસપીઓ શહીદ
ચાર દિવસમાં પોલીસ પર આંતકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહીદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોમાં પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર આતંકી હુમલા વધી ગયા છે.
આ પહેલા 12 ઓગસ્ટે બારામૂલાના સોપોરમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવ્યા હતાં.