નવી દિલ્હી: નકલી કંપની બનાવીને આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ આપનારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીમાંથી એકનું નામ મુકેશકુમાર જાણવા મળ્યું છે. જ્યારે પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
નકલી કંપની દ્વારા આમ આદમી પાર્ટીને બે કરોડનું ચૂંટણી દાન, બે આરોપીની ધરપકડ - Delhi elections
ચૂંટણી પંચ ચૂંટણીના ફંડ પર બાજ નજર રાખતું હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીને એક બનાવટી કંપની દ્વારા ચૂંટણી ફંડ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નકલી કંપની દ્વારા આમ આદમી પાર્ટીને બે કરોડનું ચૂંટણી દાન, બે આરોપીની ધરપકડ
મળતી માહિતી મુજબ નાણાકીય અપરાધ શાખાને ફરિયાદ મળી હતી કે, આમ આદમી પાર્ટીને નકલી કંપનીના માધ્યમથી ચૂંટણી ફંડ આપવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જ્યારે જાણકારી એકઠી કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે, મુકેશ નામના એક વ્યક્તિએ આ ચૂંટણી ફંડ આપ્યું છે.
તેની કંપની વિશે જાણકારી મેળવતા બહાર આવ્યું કે, આવી કોઈ વાસ્તવિક કંપની છે જ નહીં. આ એક બનાવટી કંપની છે, જેના માધ્યમથી આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ આપવામાં આવ્યું છે. પોલીસ હાલ અન્ય આરોપીઓ અંગે વધારે પૂછપરછ કરી રહી છે