શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. હાલમાં આ વિસ્તારને જવાનો દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો, એક જવાન શહીદ - terrorist attack in pulwama
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો, એક જવાન શહીદ
મળતી માહીતી મુજબ અનુસાર, આતંકીઓએ પુલવામાના પ્રિચૂ વિસ્તાર નજીક અંધાધૂંધ ગોળીબારી કરી હતી, જેમાં બે પોલીસ જવાન ઘાયલ થયા હતા અને એક જવાન શહીદ થયો હતો. મૃત્યું પામેલા જવાનની ઓળખ આઈઆરપી 10 મી બટાલિયનના અનૂપસિંહ તરીકે થઈ છે જ્યારે ઘાયલની ઓળખ મોહમ્મદ ઇબ્રાહિમ તરીકે થઈ છે.
દરમિયાન સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.