એક છોકરી માટે બે પ્રેમી વચ્ચે મારામારી, એક છોકરો નીક્ળ્યો કોરોના પોઝિટિવ - covid 19
પૂર્વ દિલ્હી વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક છોકરીના પ્રેમમાં 2 પ્રેમીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો એટલો ગંભીર હતો કે તેમાં ચાકુ પણ ચાલી ગયું અને એક યુવાન ઘાયલ થયો.
નવી દિલ્હી : પૂર્વ દિલ્હી વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક છોકરીના પ્રેમમાં 2 પ્રેમીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો એટલો ગંભીર હતો કે તેમાં ચાકુ પણ ચાલી ગયું અને એક યુવાન ઘાયલ થયો. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને લઈને દિલ્હી પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે યુવક કોરોના પોઝિટિવ છે. છોકરી અને બંને છોકરાઓના પરિવારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે દિલ્હી પોલીસ છોકરીના ઘરે પહોંચી અને તેમને ક્વૉરેન્ટાઇન થવાનું કહ્યું ત્યારે છોકરીના પરિવારજનો પણ ચોંકી ગયા હતા. તેમનો પરિવાર વિશ્વાસ કરી શકતો ન હતો કે તેમની છોકરીનો પ્રેમી પણ છે અને તે બંને છોકરાઓ વચ્ચે લડાઈ પણ થઈ ગઈ છે.