ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે યમુના નદીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા - યમુના નદીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા

ઉત્તર દિલ્લીના તિમારપુર વિસ્તારમાં સિગ્નેચર બ્રિજ પાસેની યમુના નદીમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી હતી. આ બંને યુવકો બુરાડીના રહેવાસી હતાં.

ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે યમુના નદીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા
ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે યમુના નદીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા

By

Published : Aug 5, 2020, 11:30 PM IST

નવી દિલ્હીઃ ગરમીના દિવસોમાં અનેક લોકો ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે યમુના નદીમાં નહાવા માટે આવતા હોય છે, પરંતુ પાણીના વધુ પડતા ઉંડાણમાં જતા ક્યારેક ડૂબી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના તિમારપૂર વિસ્તારમાં બની હતી જ્યાં બુરાડી વિસ્તારના રહેવાસી 21 વર્ષીય ધીરજ અને અજય યમુના નદીમાં ન્હાવા ગયા હતાં. જેમાં બંને યુવાન ભૂલથી વધુ ઉંડાણમાં જતા રહેવાને લીધે પાણીમાં ડૂબી ગયા હતાં.

આ અંગે સ્થાનિકો દ્વારા તિમારપૂર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ તથા તરવૈૈયાઓ ઘસી આવી અને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી પાણીમાં તરવૈયાઓએ ડૂબકી લગાવ્યા બાદ ધીરજનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અજયના મૃતદેહ અંગે હજુ શોઘખોળ ચાલી રહી છે.

વરસાદના દિવસોમાં યમુના નદીનું જળસ્તર વધેલું હોય છે તેવામાં ઘણીવાર અમુક યુવાનો નશો કર્યા બાદ નદીમાં નહાવા પડે છે અને સંતુલન ગુમાવી ડૂબી જતા હોય છે. હાલ દિલ્હી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details