રાજસ્થાનઃ સગિરા સાથે ગામના ચોક્કસ સમુદાયના લોકો દ્વારા વારંવાર સામુહિક દુષ્કર્મ આચરવાને કારણે સગિરા સગર્ભા બનવાની ઘટનામાં દોઢ મહિનાથી ફરાર બે આરોપીઓને પકડવામાં કામા DSP પ્રદીપ યાદવને મોટી સફળતા મળી છે. જેમાંથી એક આરોપી પર ભરતપુર SP દ્વારા 1,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
DSP પ્રદીપ યાદવે જણાવ્યું હતું કે, કામા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગેંગરેપ બાદ 13 વર્ષીય દલિત સગિરા 3 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી થઈ હતી. જ્યારે સગિરાએ પેટમાં દુખાવાની ફરિયાદ તેના પરિવારના સભ્યોને કરી હતી. જે બાદ હોસ્પિટલ તપાસ કરાવતા જાણવા મળ્યું કે, સગિરા 3 માસનો ગર્ભ ધરાવે છે.
જે બાદ પીડિતાએ સમગ્ર ઘટના તેના પરિવારજનોને જણાવી હતી કે, 4 મહિના પહેલા ગામના 3 યુવકોએ તેને રસ્તામાં પકડી લીધી હતો, અને ત્રણેયએ સરસવના ખેતરમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ અનેકવાર તક મળતા જ તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. જે કારણે સગિરા ગર્ભવતી થઈ હતી. સગિરાની માતાએ 25 મેના રોજ કામાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ માટે ભરતપુર પોલીસ અધિક્ષક હૈદર અલી ઝૈદીએ દુષ્કર્મ કરનારા મુખ્ય આરોપી સદ્દામ પર 1,000 રૂપિયાના ઇનામ જાહેર કરવાની સાથે પોલીસ અધિકારી ધર્મેશ દયમાની આગેવાની હેઠળ એક સ્પેશિયલ ટીમની રચના કરી હતી. જ્યારે પોલીસ ટીમે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી પર વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા, પરંતુ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકતી ન હતી.