જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સંદિગ્ધ આતંકવાદીઓએ જંગલ વિસ્તારમાંથી ગુજ્જર સમાજના બે લોકોનું અપહરણ કર્યુ અને તેમાંથી એકની ગોળી મારી હત્યા કરી નાખી હતી.
પુલવામામાં આંતકવાદીઓએ કર્યુ બે લોકોનું અપહરણ, એકની હત્યા, એક લાપતા - pulvama
જમ્મુ-કાશ્મીરઃ આંતકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે ગુજ્જર લોકોનું અપહરણ કરી લીધું હતુ. જેમાંથી એકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
murdered
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ આ પ્રથમ ઘટના સામે આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાંજના આશરે 7 વાગ્યે પુલવામાં જિલ્લાના ત્રાલમાં જંગલ વિસ્તારમાં રાજૌરી જિલ્લાના રહેવાસી અબ્દુલ કદીર કોહલી અને શ્રીનગરના ખોનમોહના રહેવાસી મંજૂર અહેમદને બંદૂકધારીઓએ ઉઠાવી ગયા હતા.