રાબડી દેવીએ શુક્રવારે પરેશ રાવલના એક ટ્વીટ પર જવાબ આપતા કહ્યું કે, પાંચ વર્ષમાં એક્ટીંગ બહુ કરી, હવે મુદ્દા પર આવો. તમે રિલ નહીં પણ રિઅલ લાઈફમાં પણ જોકર લાગો છો. ચારો તો ગમે ત્યાં, ગમે તેવી રીતે, ઊભા રહીને, બેસીને, હાલતા-ચાલતા ખાઈ શકાય છે. પણ તમારા ગુજરાતી કાકા રાફેલ ક્યારે, કેવી રીતે અને ક્યાં ખાઈ ગયા ખબર જ ના પડી એ પણ બોંબ સાથે ચાવી ગયા. ગજબ ગુજરાતી છે.
હકીકતમાં જોઈએ તો આ ટ્વીટર વૉરની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાબડી દેવીએ વડાપ્રધાન મોદીના એક ઈન્ટરવ્યું પર પ્રહાર કર્યો હતો.
રાબડી દેવીએ મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, કાલે મોદી લીચીના શહેર મુઝફ્ફરપુર આવ્યા હતાં. લોકોએ તેમને પૂછ્યું હતું કે, કેરી ખાવાની રીત બાદ હવે લીચી કેવી રીતે ખાય છે ? કાપીને, ચૂસીને કે પછી વોશ બેસીન પર ઊભા રહીને ? જવાબ આવડ્યો નહીં કારણ કે, પ્રશ્ન પૂર્વ નિર્ધારીત નહોતો.
આ ટ્વીટ પર જવાબ આપતા પરેશ રાવલે તેમના અનોખા અંદાજમાં લખ્યું હતું કે, પણ ચારો તો ગમે ત્યાં ગમે તેવી રીતે ખાઈ શકાય છે.
હાલમાં અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાન મોદીનું એક બિન રાજકીય ઈન્ટરવ્યું કર્યું હતું જેમાં તેમણે કેરીને લઈ એક પ્રશ્ન પણ કર્યો હતો.