ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્વિટરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પ્રોફાઇલ ફોટો દૂર કર્યા બાદ ફરીથી લગાવ્યો - અમિત શાહ

માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે કેન્દ્રીય પ્રધાન અમિત શાહના અકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો ફરીથી લગાવ્યો છે. આ પહેલા એક કૉપીરાઇટ ધારકથી એક રિપોર્ટની પ્રતિક્રિયામાં દાવા પર ફોટાને દૂર કરવામાં આવ્યો હતો.

Amit Shah
Amit Shah

By

Published : Nov 13, 2020, 9:50 AM IST

  • ટ્વીટરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પ્રોફાઇલ ફોટો દૂર કર્યો
  • થોડા સમય બાદ ટ્વીટરે ફરીથી પ્રોફાઇલ ફોટો મુક્યો
  • કૉપીરાઇટ મામલે પ્રોફાઇલ ફોટો દૂર કરવાની વાત

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર ગુરૂવારે અમુક કલાક માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહના ટ્વીટર અકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો દેખાઇ રહ્યો ન હતો. જે બાદ અનેક લોકોએ તેના સ્ક્રીનશોટ શેર કરવાની શરૂઆત કરી હતી. પ્રોફાઇલ પિક્ચરની જગ્યાએ ટ્વીટરની એક નોટિસ લખેલી હતી, જેમાં કૉપીરાઇટ મામલે પ્રોફાઇલ ફોટો દૂર કરવાની વાત કહેવામાં આવી હતી.

ટ્વીટરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પ્રોફાઇલ ફોટો દૂર કર્યો

અમિત શાહનો પ્રોફાઇલ પિક્ચર જ્યારે ગુરૂવારે દિવસે પણ ક્લિક કરવામાં આવી રહ્યા હતા, તો તેના પર એક નોટિસ લખેલી જોવા મળી રહી હતી. જેમાં લખેલું હતું કે, કૉપીરાઇટના રિપોર્ટને લઇને ઇમેજને દૂર કરવામાં આવી છે. જેના અનેક ટ્વીટર યૂઝર્સે સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. ઘણીવાર સુધી તેના ડીપી પર આ લખેલું હતું.

જે બાદમાં ફરીથી પ્રોફાઇલ પિક્ચર જોવા મળી હતી, પરંતુ તે સ્પષ્ટ થઇ શક્યું ન હતું, અંતે અમિત શાહની પ્રોફાઇલ પિક્ચર પર કોઇએ કૉપીરાઇટનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વધુમાં જણાવીએ તો અમિત શાહના ટ્વીટર પર બે કરોડ 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમણે વડા પ્રધાન મોદી બાદ કેન્દ્ર સરકારમાં બીજા સૌથી શકિતશાળી વ્યક્તિ માનવામાં આવે છે. સંયોગથી, તેમનું ડીપી તે જ દિવસે ગાયબ થયું, જ્યારે સમાચાર આવ્યા કે, સરકારે લદ્દાખની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરના ભાગ રુપે લેહ બતાવવા માટે ટ્વીટરને નોટિસ મોકલી છે.

ગુજરાતમાં વિરોધીઓ પર વરસ્યા શાહ

ગૃહ પ્રધાન અમિત શાહ ગુરૂવારે વિપક્ષી દળોને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, બિહાર, ગુજરાત અને અન્ય રાજ્યો, જ્યાં હાલમાં ચૂંટણી યોજાઇ હતી, ત્યાં અનેક લોકોએ તે નેતાઓને રદ કર્યા છે, જે દરેક વસ્તુમાં માત્ર ખામી કાઢે છે. શાહે કહ્યું કે, લોકોને એક સંદેશો આપ્યો છે કે, તે વડા પ્રધાન મોદીની પાછળ ઉભેલા છે.

શાહ સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ હેઠળ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોમાં 'સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ 2020' માં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, એવા નેતા વધુ બોલે છે, કારણ કે, તે માને છે કે, તેના જૂઠને સત્ય રીતે સ્વીકાર કરી લેવામાં આવશે, જો તેઓ તેને રીપિટ કરતા રહેશે.

શાહે કહ્યું કે,- જે દળ અને નેતા દરેક વસ્તુમાં ખામી શોધે છે, તેમણે બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, લેહ-લદ્દખ, તેલંગાણા અને મણિપુરમાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં કુલ મળીને હારનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે, લોકોએ ભાજપને પસંદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details