ટ્વીટરે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને આક્રમક અફવાનઓ અટકાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ટ્વીટરે તમામ પ્રકારની રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવે કોઈ પણ રાજકીય પક્ષ ટ્વીટર પર જાહેરાત કરી શકશે નહીં.
આ અંગે વાત કરતાં ટ્વીટરના CEO જેક ડોર્સીએ જણાવ્યું હતું કે, રાજકારણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વોટબેન્ક ભરવા માટે થાય છે. ટ્વીટર પર વ્યવસાયકારો વિજ્ઞાપનકર્તાઓનો વધુ પ્રભાવ છે. જેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરવામાં થાય છે. જેનાથી લાખો લોકો પ્રભાવિત થાય છે.
આ ઉપરાંત જેક ડોર્સીએ કહ્યું હતું કે, અમે પહેલા રાજકીય મુદ્દાઓની સાથે-સાથે જાહેરાતો પર પણ પ્રતિબંધ રહેશે. અમે પહેલા ફક્ત ઉમેદવારોની જાહેરાતો પર જ પ્રતિબંધ લાદવાના હતા. પરંતુ એ પણ યોગ્ય નથી કે, તેઓ રાજકીય મુદ્દાથી જોડાયેલી જાહેરાતોને ખરીદી લે. આથી આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાજકીય જાહેરાતોને બંધ કરવામાં આવી છે.
આ મુદ્દાને લઈને અંતિમ ઘોષણા 11 નવેમ્બરે કરવામાં આવશે અને વૈશ્વિક સ્તરે 22 નવેમ્બર 2019થી લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફેસબુકે પણ રાજકીય જાહેરતોને બાય-બાય કરી દીધું હતું.