ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બે કલાક બંધ પછી ફરી શરૂ - ટ્વિટર ફરી શરૂ

લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર તકનીકી સમસ્યાને કારણે બે કલાક માટે બંધ થઈ ગયું હતું. જે બાદ ગુરુવારે સાંજે ટ્વિટર સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

ટ્વિટર
ટ્વિટર

By

Published : Oct 16, 2020, 7:41 AM IST

સાન ફ્રાન્સિસ્કો: વિશ્વના તમામ લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટર તકનીકી સમસ્યાને કારણે તેની સેવા બે કલાક માટે બંધ થઇ ગઇ હતી. જે બાદ ગુરુવારે સાંજે ટ્વિટરની સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.ટ્વિટર પર યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનની તરફેણમાં કામ કરવાનો આક્ષેપ છે.

કેલિફોર્નિયા સ્થિત કંપનીએ ટ્વિટ કર્યું કે, "ટ્વિટર સેવા ઘણા લોકો માટે ડાઉન ચાલી રહી છે અને અમે સેવા ફરી શરૂ કરવા માટે અને દરેક માટે કામ કરી રહ્યા છીએ." અમને અમારી સિસ્ટમ્સમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે જેથી સુરક્ષાને અસર કે હેકિંગ જેવું કંઈ નથી."

ABOUT THE AUTHOR

...view details