નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મત ગણતરી શરૂ થઈએ સમયે આમ આદમી પાર્ટીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેવાં કપડાં પહેરેલા નાના બાળકનો ફોટો ટ્વીટ કર્યો હતો. જે ટ્વીટર પર ટ્રેન્ડ કરતો હતો.
આમ આદમી પાર્ટીના 'મિનિ મફલરમેન' પર ટ્વીટરે પ્રેમ દર્શાવ્યો - Arvind Kejriwal
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ જેવા કપડાં પહેરેલો બાળક ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. મંગળવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થતા આમ આદમી પાર્ટીએ કેજરીવાલની જેમ કપડાં પહેરેલા એક બાળકનો ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં તેને "મફ્લરમેન" કેપ્શન અપાયું હતું. ફોટામાં એ બાળક કેજરીવાલની જેમ તેના શિયાળાના પોશાકમાં મફલર આકર્ષક લાગે છે.
મિનિ મફલર મેન
ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટાને 11.8 હજારથી વધુ લોકોએ પસંદો કર્યો અને 1.7 હજાર જેટલી કોમેન્ટ આવી હતી. ફોટો પોસ્ટ કર્યાની થોડીવારમાં જ આ બાળકે સોશિયલ મીડિયા લોકોની ભરપૂર પ્રતિક્રિયાઓ મેળવી હતી.
એક યુવકે લખ્યું કે, 'તમને જીત માટે અભિનંદન, ભાજપના પ્રશંસક હોવા છતાં મારા તરફથી તમને જીતની શુભેચ્છાઓ'. તો અન્ય એક કોમેન્ટમાં લખ્યું હતું કે, જીત માટે શુભેચ્છા, જીતનો અર્થ વિકાસ સાથે છે, ધર્મ સાથે નહીં.