મુંબઇ: કોરોના કાળમાં માતાની તબિયત ખરાબ થતા દીયા ઓર બાતી હમની ફેમ ટીવી એકટ્રેસ દીપિકા ખૂબ જ ગભરાઇ ગઇ હતી. તેની માતાને તાવ આવ્યા બાદ સાવધાની માટે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જયારે ચાર દિવસ બાદ પણ રિપોર્ટ ન આવતા દીપિકાએ મુખ્ય પ્રધાનને ટેગ કરતા લખ્યું કે, માતા ને તાવ આવે છે. તેમને કોઇ પણ સ્વાદ નથી આવી રહ્યો. ચાર દિવસ પહેલા કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આવ્યો નથી. મુખ્ય પ્રધાનના ઇન્ટેરફેર બાદ કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો જે પોઝિટિવ હતો.
કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા દીપિકા ખૂબ જ ગભરાઇ ગઇ
જયારે માતાનો રિપોર્ટ પોઝિટિવ સાંભળ્યો તો દીપિકા ખૂબજ ગભરાઇ ગઇ હતી. તેેને વિભિન્ન માધ્યમો દ્વારા સાંભળ્યુ હતું કે, દિલ્લીની હેલ્થ સિસ્ટન ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓને બેડ નથી મળતા. જે કારણે તેને મુખ્ય પ્રધાન કેજરીવાલને ટેગ કરીને ટ્વીટ કર્યુ અને કોઇ સારા હોસ્પિટલમાં બેડ અપાવવાની માંગ કરી હતી. દીપિકાએ કહ્યું કે, તેની માતા 59 વર્ષની છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધારે ઉંમર હોવાથી તેમને ખતરો વધું છે.