ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - મંગળવારનો દિવસ તમારા માટે કેવો

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Jan 28, 2020, 6:02 AM IST

મેષ: આપનો આજનો દિવસ શુભ નીવડશે. આજે આપ સગાં સ્‍નેહીઓ, મિત્રવર્તુળ સાથે સામાજિક કાર્યોમાં રચ્‍યાપચ્‍યા રહેશો. આજે મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થાય. આજે વડીલો સાથે સંપર્ક અને વ્‍યવહાર કરવાનું બને. આજે આપને કોઇ રમણીય પર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થશે. આકસ્મિક ધનલાભ થાય. સંતાનોથી સારો લાભ છે.

વૃષભ: આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સારો પુરવાર થાય જે લોકો નવા કાર્યોનું આયોજન હાથ ધરવા માગતા હશે તેઓ સફળતાપૂર્વક આયોજન કરી શકશે. નોકરિયાતોને પદોન્‍નતિથી લાભ થાય. તેમજ ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના ઉપર રહે. સરકારી લાભ મળે. દાંપત્‍યજીવનમાં માધુર્ય આવે. ભેટ- ઉપહાર અને માન- સન્‍માનથી મનમાં આનંદ વ્‍યાપી રહે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા પામે.

મિથુન: આપનો વર્તમાન દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં ના હોવાથી ચેતીને ચાલવાની તેમજ દરેક કાર્યમાં ચોક્કસાઈ રાખવાની સલાહ છે. મન ચિંતાની વ્‍યગ્રતા ટાળવા માટે ઇશ્વરનું સ્મરણ કરવું. શરીરમાં સ્‍ફૂર્તિમાં સતત ચડાવઉતાર વર્તાશે. થાક અને અશક્તિ હોય તો કામનું ભારણ લેવાના બદલે આરામ કરજો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓ, ઉપરી અધિકારીઓ તરફથી ઓછો સહકાર પ્રાપ્ત થાય. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવાની સલાહ છે. તેમની સાથે મતભેદ ટાળી સમજાવટનો આગ્રહ રાખજો. પ્રતિસ્‍પર્ધીઓથી તમારે ચેતવું પડશે.

કર્ક: આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવું પડશે. પરિવારના સભ્‍યો સાથે વાદવિવાદ નિવારવો. વાણી પર સંયમ અને ગુસ્‍સા પર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્‍ટો નિવારી શકશો. આજે આપની માનસિક હાલત સ્‍વસ્‍થ નહીં હોય. વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામ સ્‍મરણ લાભકારક નીવડશે.

સિંહ: આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો રહેશે. દાંપત્‍યજીવનમાં પતિ- પત્‍ની વચ્‍ચે ખટરાગ ટાળવા માટે સમાધાનકારી વલણ રાખવું. ધંધામાં ભાગીદારીના કામકાજમાં સાવચેતી રાખવી. ભાગીદાર સાથે વધુ વાદવિવાદ કે ચર્ચા ટાળવી. તંદુરસ્‍તી સારી રહે પરંતુ જીવનસાથીના આરોગ્‍યની વિશેષ કાળજી લેવી પડશે. જાહેરજીવન અને સામાજિક જીવનમાં આપને ધારણ કરતા ઓછી સફળતા મળે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન-મુલાકાત થાય પરંતુ થોડીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા: આજનો દિવસ આપના માટે સારો છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપનું મન પણ પ્રસન્‍ન રહે. સુખ પમાડે તેવા બનાવો બને. આરોગ્‍ય સારું રહે. બીમાર માણસોની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાય. આર્થિક લાભ વધારે રહે. કાર્યમાં યશ મળે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સહકાર મળી રહે. હરીફો પર વિજય મેળવી શકશો. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળે.

તુલા: આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. સંતાનોની કોઇપણ બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મનમાં ચિંતા ઉદ્વેગ ના રહે તે માટે કામની સાથે મનોરંજનની પ્રવૃત્તિઓમાં રસ લેવો. વિદ્યાભ્‍યાસમાં વધુ મહેનત કરવી પડશે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં હઠાગ્રહ છોડવો પડશે. નવા કાર્યમાં શરૂઆતમાં નિષ્‍ફળતા મળે પરંતુ તમારા પ્રયાસો અને કર્મનિષ્ઠા છેવટે કામ કરી જશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. મુસાફરી ટાળવી.

વૃશ્ચિક: આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થતા મેળવવા માંગતા હોવ તો આ વધુ પડતું કામનું ભારણ લેવાના બદલેથોડોઆરામ કરજો. કોઇને કોઇ બાબતની ચિંતામાં તમે મૂળ કામ પર ઓછુ ધ્યાન આપી શકશો. પરિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે શાંતિ અને આત્મીયતાથી વ્યવહાર કરવો અને દરેકને પૂરતો આદર આપવો. જમીન વાહન વગેરેના ખરીદી દસ્‍તાવેજો કરવામાં કાળજી લેવી.

ધન: આજનો દિવસ પ્રતિસ્‍પર્ધીઓને પરાજિત કરવાનો છે. શારીરિક માનસિક આરોગ્‍ય સારું રહે. ટૂંકો પ્રવાસ થાય. નવીન કાર્યના પ્રારંભ માટે સારો સમય છે. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. આધ્યાત્મિકતાનો સ્‍પર્શ આપના જીવનમાં થાય. મિત્રો કુટુંબીજનો સાથે મિલન થાય.

મકર: આજે આપ શેર- સટ્ટાકીય વ્‍યાપાર અંગે નાણાંનું રોકાણ કરશો. આકસ્મિક ધનલાભ થાય. પરિવારમાં સભ્‍યો સાથે મનદુ:ખ થતાં વાતાવરણ ડહોળાયેલું રહે. ગૃહિણીઓને આજે કોઇક કારણે માનસિક અસંતોષ અનુભવાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે મહેનત કરવી પડે. શારીરિક આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં પીડા થવાની સંભાવના છે. નકારાત્મક વિચારો પર સ્‍વસ્‍થતાથી કાબૂ મેળવવાની સલાહ આપવામાં આવે છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે.

કુંભ: શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ પર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

મીન: ટૂંકાગાળાના લાભો લેવાની લાલચ છોડવાની અને મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે. સંતાનો સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. સ્‍વજનોથી દૂર જવાના પ્રસંગ બને. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અગત્‍યના દસ્તાવેજો કે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

ABOUT THE AUTHOR

...view details