ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - મંગળવારનો દિવસ તમારા માટે કેવો

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Feb 18, 2020, 6:01 AM IST

મેષ: આજે આપને ગુસ્‍સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, આ ગુસ્‍સો આપના કાર્યો અને સંબંધો પણ વિપરિત અસર પાડી શકે છે. આજે મનમાં થાક, બેચેની અને કંટાળાના કારણે આપને કોઇ કામ કરવાની સ્‍ફુરણા ન થાય. તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. આજે કોઇક ધાર્મિક સ્‍થળે જવાનું આયોજન શક્ય બને. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહે એવું બને.

વૃષભ: કાર્યસફળતામાં વિલંબની શક્યતા હોવાથી સમયસર અને સારી રીતે કામ પાર પાડવા માટે અગાઉથી શિડ્યુલ બનાવજો. તબિયત સારી ન રહેતાં કામમાં મન ન લાગે અને સમયસર આપનું કામ પૂરું ન થતાં મનથી પણ આપ બેચેન રહો. આજે કોઇ નવા કામની શરૂઆત કરવાની હોય તો મુલતવી રાખવાની સલાહ છે. પેટને માફક ના આવે તેવો ખોરાક ન લેવો. વધુ પડતો કામનો બોજ રહે જેથી થાક લાગે. આજે પ્રવાસમાં વિલંબ અને અવરોધોની શક્યતા રહેશે માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે યોગ, ધ્‍યાન અને આધ્યાત્મિકતાનો સહારો લેવો.

મિથુન: આપનો આજનો દિવસ ખૂબ આનંદપ્રમોદ અને મોજશોખમાં પસાર થશે. આજે આપ તનમનથી તાજગી અનુભવશો. મિત્રો કે કુટુંબના સભ્‍યો સાથે બહાર ફરવા જવાનો કે પ્રવાસ પર જવાનો પ્રસંગ બને. મિષ્‍ટાન્‍નયુક્ત શ્રેષ્‍ઠ ભોજનનો આસ્‍વાદ માણો. નવા વસ્ત્રોની ખરીદી કરો. વાહનસુખનો યોગ છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. આપનું જાહેરમાં સન્‍માન થાય તેમજ આપની લોકપ્રિયતા વધે. દાંપત્‍યસુખથી સંતુષ્‍ટ રહો.

કર્ક: આજે આપને સફળતા અને આનંદની પ્રાપ્તિ થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિવાળું હશે. નોકરીમાં ફાયદો થઇ શકે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે.આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રો સાથે આનંદની પળો માણી શકશો. આપને સાથે કામ કરતા તેમ જ આપના હાથ નીચે કામ કરતા લોકોની સહાય મળી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ: આપનો આજનો દિવસ સર્જનાત્‍મક પ્રવૃત્તિ અને કલાસાહિત્‍ય અંગેની પ્રવૃત્તિઓમાં વીતશે. વિદ્યાર્થીઓ પોતાનો ઉત્‍કૃષ્‍ટ દેખાવ અભ્‍યાસમાં કરી શકશે. પ્રિયપાત્ર સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર સાંપડે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો. મનની એકાગ્રતા સાધી શકાશે.

કન્યા: આજે આપે જીવનની કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્‍વાસ્‍થ્‍યની પણ કાળજી લેવાની સલાહ છે. મન પર ચિંતાનો બોજ લાવવાના બદલે મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને કામનું ભારણ ટાળવા માટે કામની વહેંચણી કરી શકો છો. કુટુંબીજનો સાથે ખટરાગ ના થાય તે માટે તેમની સાથે સૌમ્યતાથી વાત કરવી. માતાની તબિયતની વધુ કાળજી લેશો તો તમારી વચ્ચે હજુ પણ આત્મીયતા વધશે. વિદ્યાભ્‍યાસ માટે મહેનત માંગી લે તેવો સમય છે. સ્‍થાવર મિલકત, વાહન ને લગતી સમસ્‍યાઓ સર્જાય. ધનખર્ચ થાય.

તુલા: આજે માંગલિક પ્રસંગો તેમ જ પ્રવાસની યોજના બની શકે. સહોદરો સાથે પારિવારિક પ્રશ્નોની ચર્ચા થઇ શકે. સામાજિક કામ અર્થે મુસાફરી થઇ શકે. વિદેશમાં વસતા સ્વજનો તરફથી આનંદના સમાચાર મેળવી શકશો. આજે નવા કામનો આરંભ શરૂ કરી શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મૂડી રોકાણ માટે દિવસ સારો છે. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. આપ વધુ ભાગ્યશાળી બની શકશો.

વૃશ્ચિક: પરિવારમાં સુખશાંતિ જળવાશે. સગાં- સ્‍નેહીઓ અને મિત્રોનું આગમન થાય. મિષ્‍ટાન્‍ન ભોજન મળે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અલંકારો, સુગંધિત પદાર્થોની ખરીદી થાય. આપની વાણીના પ્રભાવથી અન્‍ય લોકોને મોહિત કરી શકો. ધન લાભ થાય. કૌટુંબિક પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે. વિદ્યાર્થીઓ માટે સફળતા નિશ્ચ‍િત બને.

ધન: આજના દિવસે આપના ધાર્યા કામ સુપેરે પાર પડશે. તન અને મનની સ્‍વસ્‍થતા આપના સમગ્ર વ્‍યક્તિત્‍વને પ્રફુલ્લિત રાખશે. મુસાફરી માટેની વિશેષ કરીને કોઇ યાત્રા સ્‍થળે પ્રવાસની શક્યતાઓ જણાય છે. સ્‍વજનોના મિલનથી મન આનંદિત રહે. પરિવારના નિકટના સગાં સ્‍નેહીને ત્‍યાં શુભ પ્રસંગે હાજરી આપવાનું બને. દાંપત્‍યજીવનમાં આનંદ રહેશે. યશકીર્તિ વધશે.

મકર: શરીર અને મનની સ્‍વસ્‍થતા આજે રહે. આપને આરોગ્‍ય સંબંધમાં આંશિક ફરિયાદ રહેશે પરંતુ થોડુ ધ્યાન આપવાથી સ્વસ્થતા આવી જશે. વ્‍યવસાયના કાર્યોમાં સરકારની દરમ્‍યાનગીરી વધશે માટે કાયદા વિરોધી કોઈ પગલું ભરવું નહીં. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય. સગાં- સંબંધી મિત્રો સાથે ઓછો સમય વિતાવી શકો. આજે આપનું વલણ આધ્યાત્મિકતા તરફ વધારે રહે. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. વાણી પર સંયમ રાખવો.

કુંભ: આજનો દિવસ આપના માટે સમગ્રતયા લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્‍યવાસયના ક્ષેત્રે આપને લાભ થાય. મિત્રો સાથેની મુલાકાત આનંદ આપે. તેમની સાથે પ્રવાસ પર્યટને જવાનું થાય. નવા કાર્યની શરૂઆત આપના માટે લાભદાયી નીવડશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન ગોઠવાય. સ્‍ત્રી મિત્રોથી ફાયદો થાય. દાંપત્‍યસુખ સારું રહે.

મીન: આપનો આજનો દિવસ શુભ ફળ આપનાર નીવડશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને સફળતા મળે અને ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહેશે. જેના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારમાં આવક વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્‍ચ હોદ્દો મળે.

ABOUT THE AUTHOR

...view details