મેષ: આજે આપ શરીર અને મનથી આંશિક અસ્વસ્થતા અનુભવશો. કામકાજમાં વધુ મહેનત કરવાથી દિવસના અંતે થોડા થાકી જશો. આથી આરોગ્યની કાળજી લેવાની ખાસ સલાહ છે. અપચો કે પેટને લગતાં દર્દ હોય તેમણે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. બીજા સાથે વાતચીત વખતે તમારા વિચારોમાં સકારાત્મકતા દેખાય તેનો પ્રયાસ કરવો. કોઇપણ બાબતમાં ઉતાવળા નિર્ણય ટાળવા. સંતાનોના પ્રશ્ને આપ વધુ વ્યસ્ત રહો તેવી શક્યતા છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. બને ત્યાં સુધી આજે મુસાફરી ન કરવી.
વૃષભ: આજે આપને જમીન, મકાન અને વાહન અંગે કોઇ વહેવાર ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં આપ આપના રોજિંદા કાર્યોમાં ભરપૂર આત્મવિશ્વાસથી મને મક્કમ મનથી કામ કરી શકશો. પિતાની સંપત્તિથી લાભ થાય. કલાકારો અને રમતવીરોને તેમની પ્રતિભા પુરવાર કરવા મોકળું મેદાન મળે. સરકાર સાથેના નાણાકીય વ્યવહારમાં સારો દેખાવ કરે. સંતાનોની બાબતમાં ખર્ચ થાય.
મિથુન: નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ છે. કારણ કે વ્યવસાયીઓને સરકારી લાભ થવાના અને નોકરિયાતો પર ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટિ ઉતરવાના યોગ છે. આપના પડોશીઓ, ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. નાનકડા પ્રવાસનું પણ આયોજન થાય. આજે આપના વિરોધીઓ કે હરીફોની ચાલ નિષ્ફળ જશે. તંદુરસ્તી સારી રહેશે. આજે આપના વિચારો ઝડપથી બદલાશે તેથી ઘટનાઓમાં પણ ઝડપી ફેરફાર થશે અને આપ તેમાં વ્યસ્ત રહેશો.
કર્ક: પરિવારના સભ્યો સાથે આજે આપને કોઇ ગેરસમજ ટાળવાની સલાહ છે અને જો કદાચ કોઈ બાબતે આ સ્થિતિ સર્જાય તો ઉગ્ર થવાના બદલે શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવો. જેથી કુટુંબના સભ્યોની લાગણીઓને વધુ આદર આપવો. મનમાં સકારાત્મક વિચારો અને આધ્યાત્મિકતા લાવવાથી તમને ઘણી માનસિક રાહત લાગશે અને તેનાથી કામકાજમાં ઘણી સારી અસર પડશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. મિત્રો કે કુટુંબના સભ્યો સાથે શક્ય હોય ત્યાં સુધી અતિ ઉગ્ર બનવાનું ટાળવું. સમયસર ભોજન અને પૂરતી ઉંઘનો આગ્રહ રાખજો.
સિંહ: આપને આજે ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવાની સલાહ છે. વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. મક્કમ મનોબળ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર લાવી શકશે. વડીલ વર્ગ તરફથી ફાયદો થાય. માન- પ્રતિષ્ઠામાં વધારો થશે. વાણી અને વર્તન સંયમિત રાખવા. આરોગ્ય અંગે થોડીક ફરિયાદ રહે. સરકારી કર્મચારીઓ તરફથી લાભ થાય. લગ્નજીવનમાં સંવાદિતા જળવાશે.
કન્યા: આજે આપનો દિવસ શારીરિક અને માનસિક રીતે થોડી અસ્વસ્થતાનો સંકેત દર્શાવે છે. આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે તમારું વર્તન સૌમ્ય રહેશે તો સંખ્યાબંધ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તેઓ જ માર્ગ સુચવશે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્વભાવમાં ઉશ્કેરાટથી કામ બગડવાની શક્યતા છે. નોકરીયાતોએ હાથ નીચેના માણસો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં.