તેલંગાણામાં TSRTCના કર્મચારીઓની હડતાલને 30 દિવસ થઈ ગયા છે. પરંતું કર્મચારીઓ હડતાલ પૂરી કરવાનું નામ લેતા નથી. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી સરકાર તેમની માંગ નહીં માને ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે.
મુખ્યપ્રધાને TSRTCના 5,100 રૂટનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે, તેમને 5 નવેમ્બરની મધ્યરાત્રિ સુધીમાં તમામ કર્મચારીઓને કામ પર પરત ફરવા કહ્યું હતું, તેમની વાત મનાવવામાં નિષ્ફળ જતા, બાકીના 5000 રૂટનું પણ ખાનગીકરણ કરવામાં આવશે એવી ધમકી આપી હતી. હડતાલ પાડનારા કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહિ સમિતિ (JAC) એ કહ્યું કે, જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ માટે સંમત નહીં થાય, ત્યાં સુધી હડતાલ પાછી ખેંચવામાં આવશે નહીં.
JACના કન્વીનર અશ્વથામ રેડ્ડીએ કર્મચારીઓને કહ્યું કે, તમારે ડરવાની જરૂર નથી. તેમને કર્મચારીઓને હિંમતવાન બનવાની સલાહ આપી અને તેઓની આત્મસ્માન સાથે સમાધાન ન કરવા જણાવ્યું.
હડતાલ દરમિયાન, TSRTCના વધુ એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. JAC નેતાઓએ જણાવ્યું કે, વારંગલ જિલ્લાના કંડક્ટર રવિન્દરનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. 5 ઑક્ટોબરથી હડતાલ શરૂ થઈ ત્યારથી 10 જેટલા કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. તેમાંથી ત્રણે આત્મહત્યા કરી હતી.
અન્ય એક ઘટના માટે, તેલંગાણા હાઇકોર્ટે મુખ્ય સચિવ એસ.કે જોષી, TSRTCના પ્રભારી મેનેજિંગ જોશી, સુનીલ શર્મા અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ના કમિશનર લોકેશ કુમારને 7 નવેમ્બરના રોજ કોર્ટમાં સમંન્સ પાઠવવામાં આવ્યા છે. જે દિવસે હડતાલની સુનાવણી થવાની છે.