ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે પ્લાસ્ટિકના વિરોધમાં દેશ અપનાવશે લાકડાનું બ્રશ, ચાલો જોડાઈએ આ ઝુંબેશમાં...

ભારત સહિત સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. આ જોખમ સામે લડવા દુનિયાના લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યાં છે. ત્યારે મેંગલુરુના રહેવાસી નીતિન વાસે, પ્લાસ્ટિકના વિકલ્પોને, રોજીંદા જીવનના વપરાશમાં લેવા માટે આહ્વાન કર્યુ છે. આપણે સૌ રોજ સવારે પ્લાસ્ટિકના બ્રશનો ઉપયોગ કરીએ છે, પરંતુ નીતિન વાસે તો તેનો રસ્તો શોધી કાઢ્યો છે. શું છે તે વિકલ્પ, આવો નિહાળીએ આ અહેવાલમાં...

Try this wooden toothbrush and paper made straw by tribals
Try this wooden toothbrush and paper made straw by tribals

By

Published : Jan 25, 2020, 7:57 AM IST

કર્ણાટકઃ મેંગ્લુરુના નીતિન વાસ પ્લાસ્ટિકની બદલે લાકડાના બ્રશનો ઉપયોગ કરે છે. નિતીન આસામની એક NGO સાથે જોડાયેલા છે. તેમણે અહીં, બ્રશ અને પીંછીઓ બનાવવાની કળામાં કુશળતા ધરાવતા આદિવાસીઓનો સંપર્ક કરી, આ કળાને પોતાનામાં કેળવી લીધી છે.

હવે પ્લાસ્ટિકના વિરોધમાં દેશ અપનાવશે લાકડાનું બ્રશ, ચાલો જોડાઈએ આ ઝુંબેશમાં...

આ બ્રશ સાગના લાકડાની છાલથી બને છે, જ્યારે તેના દાંતા નાયલોનમાંથી બનાવાય છે. જે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. નીતિન વાસ પ્લાસ્ટિકની જગ્યાએ કાગળમાંથી બનાવાયેલી સ્ટ્રોને પણ પ્રોત્સાહન આપી રહ્યાં છે. નીતિનની આ પહેલનું કારણ માત્ર પર્યાવરણનું જતન જ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ટાળવાનો હેતુ છે.

ABOUT THE AUTHOR

...view details