બંધારણ દિવસ નિમિત્તે તૃપ્તિ દેસાઈ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા કરવા પહોચી છે.
ઉલ્લેખનીય છે કે, તૃપ્તિ અને તેના સાથી કાર્યકર્તાઓ મંગળવારે કોચ્ચિ આંતરરાષ્ટ્રીય ઍર પોર્ટ પર ઉતર્યા હતા, જ્યા તેમને પોલીસ કમીશનર કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતા.
હું સબરીમાલા મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળ છોડીશ તૃપ્તિ દેસાઈએ કહ્યું કે, 'બંધારણ દિવસે હું અને મારા સાથીઓ મંદિરમાં પૂજા અર્ચના કરવા ઈચ્છીએ છીએ. સર્વોચ્ચ અદાલતે 2018નાં ચુકાદા મુજબ મહિલાઓને સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાનાં આદેશ સાથે ત્યાં આવ્યા છીએ. જ્યારે તેની એક મહિલા કાર્યકર્તાએ કહ્યું કે, હું મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળ છોડીશ.'
પુણે રહેવાસી તૃપ્તિ દેસાઈએ ગત વર્ષે નવેમ્બરમાં પણ મંદિરમાં પ્રવેશ કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો.