નવી દિલ્હીઃ આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય માટે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ' આ સંકટના સમયમાં બે મિત્રોને પરસ્પર સાથ સહકારની જરુર હોય છે. ભારત અને ભારતીયોને હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો પુરવઠો આપવાનો નિર્ણય કરવા બદલ આભાર. આ ઋણ કદી ભૂલાશે નહીં. આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી@NarendraModi આ લડતમાં માત્ર ભારત જ નહીં, માનવતાને મદદ કરવા માટે તમારા મજબુત નેતૃત્વને!'
કોરોના સામેની લડાઈમાં મલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને ગેમચેનજર સાબિત થઈ છે. જેથી વિશ્વ ભરના દેશોમાં તેની પ્રચંડ માગ ઉઠી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાની સપ્લાય માટે માગ કરી હતી. જો કે તેમણે માગણી કરતાં કહ્યુ હતું કે, 'ભારત આ દવાનો જથ્થો પુરો પાડે, જો ન પાડે તો પણ કોઈ વાંધો નથી. પરંતુ પછી અમે એ રીતે જ જવાબ આપીશું.'