વૉશિંગ્ટન: ટ્રમ્પ પ્રશાસનનો વાણીજ્ય વિભાગે આગામી રવિવારથી અમેરિકામાં ચીની એપ્લિકેશન ટિકટોક અને વીચેટ દ્વારા ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી છે. શુક્રવારે વાણીજ્ય પ્રધાન વિલ્બર રોસે આપેલા આદેશ અનુસાર, "ચીન દ્વારા અમેરિકી નાગરિકોના વ્યક્તિગત આંકડોના દૂષણને મુકાબલો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અમેરિકાએ TikTok-WeChatના ડાઉનલોડ પર પ્રતિબંધ મૂક્યો - ડોનાલ્ટ ટ્રમ્પ
ટ્રમ્પ પ્રશાસને ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધના આદેશ આપ્યા છે. જે આ રવિવારથી લાગૂ થશે. જેથી અમેરિકાના લોકો આ એપ્સને ડાઉનલોડ નહીં કરી શકે.
સરકારે પહેલા ક્હ્યું હતું કે, સંદેશાવ્યવહાર માટે એપના ઉપયોગ કરવા અને ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ નહીં થાય. તેમ છતાં સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા પર પ્રતિબંધથી 'સીધા અથવા પરોક્ષ રીતે અવરોધાય શકે છે' અને સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરનારાઓને દંડ થશે નહીં.
કેટલાક સુરક્ષા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, ટિકટોકની માલિકીની ચીની કંપની બાઇટડાન્સ લિમિટેડને યુ.એસ.માં 100 કરોડ ટિકટોક વપરાશકર્તાઓની માહિતી મેળવી લે છે. જેનાથી દેશની સુરક્ષાને ખતરા પડી શકે છે. ટિકટોક અને વ્હાઇટ હાઉસે રવિવારે આના પર કોઈ ટિપ્પણી કરી નથી. આ જ સમયે ઓરેકલે પણ આ સોદા વિશે કંઇ કહ્યું નથી. ભૂતકાળમાં ઓરેકલે પણ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.