ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રાથી દિલ્હી જવા માટે રવાના થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ 07ઃ31 દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે.
CM યોગીએ ટ્રમ્પને તાજની તસ્વીર ભેટ આપી, ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા - Trump, Melania visit to India
20:16 February 24
ટ્રમ્પ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા
18:43 February 24
ટ્રમ્પ આગ્રાથી દિલ્હી જવા રવાના
ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રાથી દિલ્હી જવા માટે રવાના થયા છે.
18:42 February 24
CM યોગીએ ટ્રમ્પને તાજની તસ્વીર ભેટ આપી
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ડોનાલ્ડ ટ્રમ્પને તાજ મહેલની તસ્વીર ભેટમાં આપી છે.
17:36 February 24
તાજ મહેલે પ્રેરીત અને આશ્ચર્યચકિત કર્યા
આગ્રા ખાતે તાજ મહેલ જોવા પહોંચેલા ટ્રમ્પ અને મેલેનિયાએ વિઝીટર બુકમાં સંદેશ લખ્યો. જેમાં લખ્યું કે, તાજ મહેલે અમને પ્રેરીત કર્યા અને આશ્ચર્યચકિત કર્યા.
ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહર છે તાજ મહેલ : ટ્રમ્પ
તાજમહેલ બભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર સંસ્કૃતિની સમૃદ્ધતા છે.
17:11 February 24
તાજમહેલનો દીદાર કર્યા બાદ ટ્રમ્પે વિઝીટર બુકમા લખ્યો સંદેશ
આગ્રા ખાતેના તાજ મહેલ પહોંચેલા ટ્રમ્પ અને મેલેનિયાએ તાજનો દીદાર કર્યો. બાદમાં ટ્રમ્પે વિઝિટર બુકમાં સંદેશ લખ્યો.
17:10 February 24
તાજ મહેલ નિહાળી રહ્યા છે ટ્રમ્પ અને મેલેનિયા
તાજ મહેલ નિહાળી રહ્યા છે ટ્રમ્પ અને મેલેનિયા
16:59 February 24
ટ્રમ્પ અને મેલેનિયા તાજ મહેલ પહોંચ્યા
ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન ફર્સ્ટ લેડી મેલેનિયા તાજ મહેલ પહોંચી ગયા છે.
16:42 February 24
ટ્રમ્પ અને મેલેનિયાનો કાફલો તાજ જવા રવાના
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા તાજ મહેલ જવા માટે રવાના થઈ ગયા છે.
16:41 February 24
આગ્રા પહોંચેલા ટ્રમ્પનું રાજ્યપાલ આનંદીબેન પટેલ અને CM યોગીએ કર્યુ સ્વાગત
ટ્રમ્પ અને મેલેનિયા આગ્રા પહોંચ્યા છે, ત્યારે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ સમયે ટ્રમ્પના દિકરી અને જમાઈ પણ પહેલાંથી સ્થળ પર ઉપસ્થિત હતા.
16:16 February 24
ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા પહોંચ્યા
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે, ત્યારે તેઓની ગુજરાતની મુલાકાત પૂર્ણ થઈ છે. આ સાથે જ હવે તેઓ આગ્રા પહોંચ્યા છે. જ્યાં તેઓ દુનિયાની સાત અજાયબીઓ પૈકીની એક ગણાતા તાજનો દિદાર કરશે. અહીં ટ્રમ્પ પરિવાર તાજમહેલની સૌંદર્યતાનો લ્હાવો લેશે. આ સમયે તેમની પાસે વડા પ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે.
15:46 February 24
ટ્રમ્પ-મેલેનિયા આગ્રા પહોંચ્યા, તાજનો કરશે દિદાર
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે, ત્યારે તેઓની ગુજરાતની મુલાકાત પૂર્ણ થઈ છે. આ સાથે જ હવે તેઓ આગ્રા જવા માટે રવાના થયા છે. જ્યાં તેઓ દુનિયાની સાત અજાયબીઓ પૈકીની એક ગણાતા તાજનો દિદાર કરશે. અહીં ટ્રમ્પ પરિવાર તાજમહેલની સૌંદર્યતાનો લ્હાવો લેશે. આ સમયે તેમની પાસે વડા પ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે.