વોશિંગ્ટનઃ કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાફલા સાથે હોસ્પિટલ બહાર આવ્યા હતા. હોસ્પિટલ બહાર ટ્રમ્પે સમર્થકોનું અભિવાદન કર્યું હતુ. ટ્રમ્પ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ મતદાતાઓ સાથે સંપર્ક બનાવ્યો હતો. ક્યારેક વીડિયો તેમજ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયા હતા.
અચાનક હોસ્પિટલ બહાર નિકળ્યા કોરોના સંક્રમિત ટ્રમ્પ, ડોક્ટરોએ લાપરવાહીનો આરોપ લગાવ્યો - gujaratinews
કોરોના વાઇરસ સામે લડી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. પહેલેથી જ હાજર તેમના પ્રશંસકોનું અભિવાદન કર્યું હતુ. અમેરિકી રાષ્ટ્ર પતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના સંક્રમિત છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડોકટરે ટ્રમ્પ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે.
હોસ્પિટલ બહાર નીકળ્યા બાદ ટ્રમ્પે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ યાત્રા ખુબ જ દિલચસ્પ હતી. સાચી શાળામાં જઈ કોવિડ-19 વિશે મેં ઘણું શીખ્યો છું. ડોનાલ્ડ ટ્રમ્પ સેનાના જનરલ મિલિટ્રી મેડિકલ સેન્ટરમાં દાખલ છે. ટ્રમ્પે વૉલ્ટર રોડ હોસ્પિટલ બહાર ઉભા રહેલા સમર્થકોનું અભિવાદન કર્યું હતુ. તો અમેરિકી ટ્રમ્પની આ યાત્રાી ડોકટરે અલોચના કરી છે. તેમના પર લાપરવાહીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડોક્ટરે કહ્યું કે, ટ્રમ્પ કોરોના સંક્રમિતથી છે. તેમને પોતાને લોકોથી દુર રહેવું જોઈએ,
કોરોના વાયરસથી સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવનાર દિવસો ખુબ જ મહત્વપુર્ણ રહશે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રથમ ડિબેટ બાદ કોરોના સંક્રમિત ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો હતો.