વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કહ્યું કે, ચીનના છૂપા સાધનો, છેતરપિંડી કરવાની અને વાતો દબાવવાથી આ કોરોના વાઇરસ આખા વિશ્વમાં ફ્લાયો છે. જેના માટે ચીન સપૂર્ણ પણે જવાબદાર હોવુ જોઇએ. અમેરિકાના 244મા સ્વતત્રતા દિવસ પર શનિવારે કેટલાય દિવસો પછી રાષ્ટ્રને સંબોધન કરતા ટ્રમ્પે દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થવા છતાં કોવિડ-19 સામે દેશની "પ્રગતિ"વર્ણવી હતી.
US પ્રમુખ ટ્રમ્પનો ચીન પર હુમલો, કહ્યું- ચીને વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાવ્યો - ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાઇરસના પ્રસાર માટે ચીનને જવાબદાર ઠેરવ્યુ
ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાઇરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યુ છે અને તેના પર અક્ષમતાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ચીનમાં કેટલાક અણસમજૂ લોકો નિવેદન જાહેર કરી ચીન સિવાય વાઇરસ માટે બધાને જવાબદાર ગણાવે છે. એ ખોટું છે, ચીને જ વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પર હુમલોઃ વિશ્વભરમાં કર્યો કોરોના વાઇરસનો ફેલાવો
તેમણે વ્હાઇટ હાઉસમાં સંબોધન કરતા કહ્યું કે, અમે વેન્ટિલેટર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અન્ય દેશોની તુલનામાં અમારી પાસે તપાસની શ્રેષ્ઠ સુવિધા છે. અમે આમારા દેશમાં કોટ, માસ્ક અને તબીબી ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવી રહ્યાં છીએ.
તેમણે મહામારીનો લઇને ફરી એક વખત કહ્યું કે, ચાઇનાનું મૌન, છેતરપિંડી અને ધોખાધડીના કારણે કોરોના વાઇરસ વિશ્વભરમાં ફેલાયો છે. જેના માટે તેમને સંપૂર્ણપણે જવાબદાર ગણવું જોઈએ.